ગુજરાત
News of Friday, 9th February 2018

ટીકા નહી રોજગારી આપો વડાપ્રધાન ઉપર પ્રહાર : હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ

અમદાવાદ, તા. ૯ : પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ટવીટ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર પ્રહારો કર્યા છે.

હાર્દિક પટેલે ટવીક કરીને જણાવ્યું છે કે જાતી આધારીત વસ્તી ગણતરી થઇ ગઇ છે તો સરકાર શા માટેની જાહેર કરી નથી. મોદીજી કોંગ્રેસની ટીકા નહીં અમને રોજગારી જોઇએ, ખેડૂતોને પાકના ભાવો જોઇએ, ભાઇચારો જોઇએ, તમે અમારા માટે શું કરી શકો ? તે જણાવો, કોંગ્રેસ શું છે તે દરેક ભારતીય જાણે છે, કોંગ્રેસની ટીકાની આડમાં તમારી નિષ્ફળતાઓને છુપાવશો નહીં.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન સાંસદનો બગાડી રહ્યા છે. પ૦ મીનીટના ભાષણમાં દેશના પ્રશ્નો વિશે એક પણ વાત કરી નથી. (૮.૮)

(11:54 am IST)