ગુજરાત
News of Friday, 9th February 2018

સાણંદના સનાથલની સીમમાં નગ્ન અવસ્થામાં અર્ધ બળેલી યુવતીની લાશ મળી

ઓળખ થાય તેવા કોઈ પુરાવા નથી :યુવતીની હત્યા કરી કે સળગાવી દેવાઈ ?:પીએમ રિપોર્ટની જોવાતી રાહ

અમદાવાદ :સાણંદના સનાથલની સીમમાં નગ્ન અવસ્થામાં અર્ધ બળેલી યુવતીની લાશ મળેલ હતી યુવતીની હત્યા કરાઈ કે યુવતીની હત્યા કરીને સળગાવી દેવાઈ તે અંગેનું રહસ્ય પીએમ રિપોર્ટ બાદ ખુલશે યુવતીના લાશની ઓળખ થાય તેવા કોઈ પુરાવા હાથ લાગ્યા નથી

  અંગેની વિગત મુજબ સરખેજ બાવળા રોડ પર સાણંદ તાલુકાનાં સનાથલ ગામની સીમમાં તા.--૨૦૧૮ને સવારે -૦૦ વાગ્યાનાં સુમારે શાંતીપુરા સર્કલ પાસે આવેલ ભવાની ટ્રાન્સપોર્ટની ગાડીનો ડ્રાઈવર ર્સિવસ રોડ પાસેની ઝાડીમાં કુદરતી હાજતે ગયેલ જ્યાં તેણે બળેલી હાલતમાં નગ્ન અવસ્થામાં પડેલી યુવતીની લાશ જોતા એમ.એમ.મોટર્સમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા સબ્બીરભાઈ આલજીભાઈને જાણ કરી હતી સબ્બીરભાઈ ભવાની ટ્રાન્સપોર્ટનાં માલિક કિશોરભાઈને જાણ કરી હતી.સબ્બીરભાઈ ,કિશોરભાઈ તેમજ અન્ય માણસો રૃબરૃ શાંતીપુરા સર્કલ નજીક ર્સિવસ રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાં દોડી ગયા હતા જ્યાં તેમણે લાશ જોઈ હતી જે અર્ધ બળીગયેલ હાલતમાં હતી.તેમણે તુરંત ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાં સ્થળે જઈ લાશનો કબજો લઈ તેને જોતા તે યુવતીની લાશ બળેલી હાલતમાં હતી અને તેની પાસેથી ઓળખાણ થાય તેવા કોઈ પુરાવા પ્રાપ્ત થયેલ નથી.
   
યુવતીની ઉંમર લગભગ ૩૦ વર્ષ આસપાસની જણાય છે.પોલીસે લાશને પી.એમ.માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી,બળેલી હાલતમાં લાશ મળતા કોઈએ યુવતીનું મર્ડર કરીને લાશ બાળી નાખી છે કે કેમ તેવી વાતો લોકોમાં ફેલાઈ હતી પરંતુ સાચી હકીકત પી.એમ.રીપોર્ટ પછી બહાર આવશે.આવી બળેલી હાલતમાં યુવતીની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

(9:10 am IST)