ગુજરાત
News of Friday, 9th February 2018

મહેસાણાના દેદિયાસણ રોડ પરની ફેકટરીમાં ભીષણ આગ ;પેપર પ્રોડક્ટનો સમાન ખાખ

કારીગરો બાજુના ગોડાઉનમાં કામ કરતા હોવાથી મોટી દુર્ઘટના ટળી:શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ

મહેસાણાના દેદીયાસણ રોડ પર આવેલી પેપર પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ ભભુકતા પેપર પ્રોડક્ટનો સમાન બળીને ખાખ થયો હતો આ આગની ઘટનાની જાણ થતા ફાયર ફાયટરો દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.

   ફાયરફાઈટરના સૂત્રો મુજબ મહેસાણાના દેદીયાસણ રોડ પર આવેલી પેપર પ્રોડક્ટ બનાવતી એક ફેકટરીમાં બપોરના સુમારે આગ લાગતા દોડધામ મચી હતી  પી.કે.પેપર પ્રોડક્ટ નામની પેપરના પ્રોડક્ટ બનાવતી ફેકટરીમાં અચાનક આગ લાગતા હજ્જારો રૃપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો  હતો. આગ લાગી હોવાની જાણ થતા મહેસાણા નગરપાલિકાની ફાયરની ટીમે આગ ઓલવવાના પ્રયાસો કરતાં ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

   આગ લાગી ત્યારે કંપનીના કારીગરો બાજુના ગોડાઉનમાં કામ કરતા હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. બીજીતરફ પ્રાથમિક તબકકે પેપર પ્રોડક્ટની કંપનીમાં લાગેલી આ આગ શોર્ટર્સિકટને કારણે લાગી હોવાનું જણાઈ રહ્યું છે.

(9:05 am IST)