ગુજરાત
News of Friday, 9th February 2018

બે મજૂરોનું જાતિવિષયક અપમાન કરનાર પીએસઆઇ સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા ભરૂચ ભીલીસ્તાન ટાઇગર સેનાની માંગણી

નેત્રંગ જવાના રોડ પર વર્ષોથી મજૂરી કરતા બે મજૂરોને રાજપારડીના પીએસઆઇએ માર મારી અપમાનિત કર્યાની રાવ

 

ભરૂચ ;રાજપારડી ખાતે નેત્રંગ તરફ જવાના માર્ગ પર વરસોથી કામ કરતા બે મજૂરોનું જાતિવિષયક અપમાન કરી લાકડીના સપાટા મારનાર રાજપારડી પો... સામે એટ્રોસીટી એકટ તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા ભરૃચ જિલ્લા ભિલીસ્તાન ટાઈગર સેનાએ કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી

    ભરૃચ જિલ્લા ભિલીસ્તાન ટાઈગર સેનાએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે ગત ૧૭ જાન્યુઆરીએ રાજપારડી ખાતે રાજપારડી PSI સરવૈયાએ મજૂરોને મારી અપમાનિત કર્યા હતા. રાજપારડી ખાતે નેત્રંગ જવાના રોડ ઉપર વરસોથી મજૂરી કામ કરે છે જે પૈકી વિક્રમ ફતેસંગ વસાવા અને કાનજી ડાહ્યાભાઈ વસાવા બંન્ને રહે.બોરીદ્રા, ઝઘડીયા ગત ૧૭ જાન્યુઆરીએ મજૂરી કામ કરી રહ્યા હતા બંન્ને મજૂરોને રાજપારડીના પો... કોઈપણ કારણ વિના જાતિવિષયક અપમાન કરી લાકડીના સપાટા મારી માર માર્યો હતો.

    મજૂરોએ અંકલેશ્વરના ડી.વાય.એસ.પી.ને ૧૮ જાન્યુઆરીએ લેખિત ફરિયાદ આપી હતી. રર દિવસનો સમય વીતી ગયો છતાં પી.એસ.આઈ. સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે ભિલીસ્તાન સેનાને ના છુટકે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવાની ફરજ પડી હતી.

   અનુસુચિત જનજાતિના મજૂરોને માર મારનાર અને અપમાનિત કરનાર પી.એસ.આઈ. સામે એટ્રોસીટી એકટ તેમજ ફોજદારી રાહે કાયદેસરની એફ.આઈ.આર. દાખલ કરવા માંગણી કરાઈ હતી સાથે પો...અને તેમના રાઈટરની કોલ ડીેટેઈલ ચેક કરાવી કયા અસામાજીક તત્વોએ મજૂરોને માર મારવા ફોન કર્યો હતો તેની પણ તપાસ કરાવવાની કેફીયત ભિલીસ્તાન ટાઈગર સેનાએ વ્યકત કરી છે.

(12:51 pm IST)