ગુજરાત
News of Friday, 9th February 2018

સુરતના કામરેજમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા લોહીના વેપલાથી સ્થાનિકો પરેશાન :રૂમને બહારથી બંધ કરી પોલીસને બોલાવી :એક લલના અને પાંચ ગ્રાહકો પકડાયા

સુરત:સુરતના કામરેજના રહેણાંક વિસ્તારમાં ચાલતું કુટણખાનું સ્થાનિક રહેવાસીઓની જાગૃતતાને કારણે ઝડપાયું છે કામરેજના  રહેણાંક વિસ્તારમાં ચાલતા લોહીના વેપલાથી સ્થાનિકો પરેશાન થયા હતા અને મોકો મળતા રૂમને બહારથી બંધ કરી પોલીસને બોલાવી હતી જેમાં એક લલના અને પાંચ ગ્રાહકો પકડાયા હતા

   સુરત કામરેજના માનસરોવર રેસિડેન્સીના ત્રીજા માળેથી આ કુટણખાણું ઝડપાયું હતુ. જ્યાં 1 રૂપલલના અને 5 જેટલા ગ્રાહકો ઝડપી લેવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારમાં ચાલતી પ્રવૃત્તિથી સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા ત્યારે આજે ફરીવાર એક લલના અને 5 ગ્રાહકો સાથે આવતા સ્થાનિકોએ રૂમને બહારથી બંધ કરી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી 

(9:05 am IST)