ગુજરાત
News of Friday, 9th February 2018

લગ્નના દિવસે જ યુવતીએ કહયું મારા પતિ કયાંક ભાગી ગયો છેઃ સોળ શણગાર સજીને વડોદરા પોલીસ સ્ટેશનમાં યુવતી પહોંચી

વડોદરાઃ લગ્નના દિવસે જ જાન આવવાની હતી તેવા સમયે જ વરરાજા કયાંક ભાગી ગયાની વાત સાથે યુવતી પોલીસ સ્ટેશને પહોંચતા દોડધામ મચી ગઇ છેે.

પ્રાપ્ત માહીતી મુજબ મુળ ઉત્ત્।રપ્રદેશની વતની બીના લાંબા સમયથી પરિવાર સાથે વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહે છે અને એક કોલ સેન્ટરમાં ફરજ બજાવે છે જયારે તેના પિતાનો ફેબ્રીકેશનનો વ્યવસાય છે. તેને થોડાક સમય અગાઉ મુળ ઉત્ત્।રપ્રદેશના વતની અને પિતાના વ્યવસાય સાથે સંકળાયેલા સમીર નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પરિવારજનો પોતાના પ્રેમસંબંધને કદાચ નહી સ્વીકારે તેમ લાગતા બીના અને સમીરે ગત ૨૦૧૭માં સિવિલ મેરેજ કર્યા હતા પરંતુંઙ્ગ બંનેએ આ અંગેની તેઓના પરિવારજનોને કોઈ જાણ કરી નહોંતી.

સિવિલ મેરેજ બાદ બંનેએ પોતાના પરિવારજનોને પ્રેમસંબંધોની જાણ કરી લગ્ન કરવા માટે મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતાં જેમાં બંનેના પરિવારજનોએ પ્રેમસંબંધને સ્વીકૃતી આપતા બીના અને સમીરનું આજે આજવારોડ પર એક હાલોમાં સાદાઈથી લગ્ન કરવાનુ આયોજન થયું હતું. ગઈ કાલે રાત્રે પણ સમીરે ફોન પર વાત કરીને બીનાને હું કાલે જાન લઈને આવીશ અને તેને મારી સાથે લઈ જઈશ તેમ જણાવ્યું હતું. ગઈકાલેઙ્ગ સવારે બીના સોળ શણગાર સજી અને હાથમાં મીંઢળ બાંધીને મેરેજહોલમાં જઈ રહી છે તેવી જાણ કરવા માટે સમીરનો ફોન કરતા તેને જાણ થઈ હતી કે સમીર તો સવારથી જ કોઈને જાણ કર્યા વિના દ્યર છોડીને કયાંક ભાગી ગયોછે. આ બનાવની જાણ થતાં જ બીનાના પરિવારજનોને ધ્રાસકો પડયો હતો. જોકે આ પરિસ્થિતિથી નાસીપાસ થવાના બદલે બીનાએ પોલીસની મદદ લેવાનું સુચન કરતાં પરિવારજનો તેને લઈને મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. મકરપુરા પીઆઈ મહીડાએ સમગ્ર વિગતો જાણી તુરંત સમીરના દ્યરે તપાસ કરી હતી જેમાં સમીરની માતા હોસ્પિટલમાં દાખલ હોવાની જાણ થતાં પોલીસ સમીરના પિતા અને ભાઈને પોલીસ મથકે લઈ આવી હતી. તેઓએ સમીરના બીના સાથે જ લગ્ન કરાવવાની ખાત્રી આપી બે દિવસની મુદત માગતા બીના અને તેના પરિવારજનો માન્યા હતા અને આ મામલો હાલ પુરતો તો થાળે પડયો છે.

(7:56 pm IST)