ગુજરાત
News of Friday, 9th February 2018

સુરતમાં ટ્રેનમાં દારૂની હેરાફેરીમાં આરપીએફના જવાનને સસ્પેન્ડ કર્યા બાદ ર પોલીસ કર્મચારીના નામ ખુલ્યા

સુરત તા.૮ : સુરતની ટ્રેનમાં દારૂની હેરાફેરી પ્રકરણમાં ર પોલીસ કર્મચારીના નામ ખુલતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના  ભેસ્તાનમાંથી વાપી-સુરત રેલવે વચ્ચ દોડતી પેસેન્જર ટ્રેનની પાર્સલ બોગીમાંથી વિદેશી દારૂ ઝડપાવાના મામલે જીઆરપીના બે પોલીસ કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યકત કરાઇ છે. સૂત્રો વતી મળતી માહિતી મુજબ બંને પોલીસ કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે સસ્પેન્ડેડ આરપીએફ જવાને રમેશ અની દિનેશ નામના પોલીસ કર્મચારીને મુદ્દામાલ સોપ્યો હોવાનો દાવો કર્યો છે જે બાદ જીઆરપી દ્વારા બંને પોલીસ કર્મચારીઓની મૌખિક પુછપરછ કરવામાં આવી છે હવે બંને પોલીસ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવશે ઉધના રેલવે પોલીસ ચોકીના બે કર્મચારીઓના નામ શંકાના દાયરામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જીએસટીવીના અહેવાલને પગલે નવસારીના આરપીએફના જવાન દેવીદાસને સસ્પેન્ડ કરાયો હતો.

(7:04 pm IST)