ગુજરાત
News of Friday, 9th February 2018

બીટકોઇન પ્રકરણમાં સુરતના અડાજણમાંચાર ગૃ૫ને IT નું સમન્સઃ મોટા માથાના સંડોવણી

સુરતમાં મિલકત સામે બીટકોઈનનો સોદો પાડનારા અડાજણના ચાર ગ્રુપ સામે આઈટીએ સમન્સ પાઠવ્યુ છે. બિટકોઈન સોદો પાડવામામાં રાજકારણીઓ, પાલિકા અને પોલીસના અધિકારીઓ, તબીબો અને બિલ્ડર સંડોવાયેલા હોવાનું મનાય છે. બીટકોઈન સોદા મામલે આઈટીની ડિરેકટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ શરૂ કરી છે. વરાછામાં રેસિડેન્સીયલ અને શોપિંગ કોમ્પલેક્ષના બાંધકામ કરનાર બિલ્ડર ગ્રુપને ત્યાં આઈટીએ બીટકોઈનમાં કરોડોના વ્યવહાર હાથે લાગ્યા છે અને સમન્સ પાઠવી હાજર રહેવા ફરમાન કર્યુ છે.

(6:14 pm IST)