ગુજરાત
News of Friday, 9th February 2018

ફી ની મહતમ મર્યાદા અંગે રજૂઆત માટે કમિટીની રચના કરતી સરકાર

ગાંધીનગર : ફી નિયમન કાયદાના અમલ માટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાલન મામલે રાજય સરકારની કવાયત હાથ ધરી છે.

ફીની મહતમ મર્યાદા અંગે રજૂઆત કરવા માટે કમિટીની રચના કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે. ફી મર્યાદા અંગે રજૂઆત કરવા માટે ૧૫ ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો છે. લેખિત અને મૌખિક રજૂઆત કરી શકાશે. ઇ-મેઇલથી પણ રજૂઆત કરવા માટે વિકલ્પ અપાયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની શહેરો સહિત અનેક જિલ્લાઓમાં હજુ ફીને લઇને શાળાઓની મનમાની બંધ થઇ નથી. જેથી ફી સહિત અનેક મુદ્દાઓને લઇને વાલીઓએ શાળા સામે સંગ્રામ મચાવી રહ્યા છે.

(6:13 pm IST)