ગુજરાત
News of Friday, 9th February 2018

સુરતમાં વેરાઘટતા કોંગ્રેસે, ફટાકડાં ફોડી ઊજવણી કરી

સુરતીલાલાઓ પર નાખવામાં આવેલા ૫૩૭ કરોડના વેરા વધારાને લઈને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું. જો કે  મુખ્ય મંત્રીએ શાસકોને કરેલા આદેશ અનુસાર આ વેરામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મનપા કચેરી બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને ખુશી વ્યકત કરી હતી.

નોંધનીય છે કે સ્થાયી સમિતિની બેઠકમાં વેરામાં ઘટાડો કરી ૫૩૭૭.૯૭ કરોડના પાલિકાના બજેટનું કદ દ્યટાડી ૫૧૦૯.૪૮ કરોડ કરાયું છે. અને  સ્થાયી સમિતિએ ફકત યુઝર ચાર્જમાં જ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.  શહેરના લોકો પર  નાખવામાં આવેલા ૫૩૭ કરોડનાં વેરા વધારાને લઈને સોમવારનાં રોજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ આ વેરા વધારોનો વિરોધ કરતા મનપા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

આ બાબતની જાણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને થતા તેઓએ શાસક પક્ષનાં નેતાને ગાંધીનગર ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરીજનો પર નાંખવામાં આવેલો રૂપિયા ૫૩૭ કરોડના વેરા વધારાને મંજૂરી આપવાને બદલે સ્થાયી સમિતિએ ૪૩૦ કરોડનો ઘટાડો કર્યો છે અને ૫૩૭૭.૯૭ કરોડના પાલિકાના બજેટનું કદઘટાડી ૫૧૦૯.૪૮ કરોડ કરાયું છે. જેને લઈને શહેર કોંગ્રસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં આજરોજ મનપા કચેરી બહાર કોંગ્રેસના નેતાઓ ભેગા થયા હતા અને મનપા કચેરી બહાર જ ફટાકડા ફોડી તેમજ એક બીજાને મીઠાઈ ખવડાવી વેરા દ્યટાડવાની ઉજવણી કરી હતી.

(6:12 pm IST)