ગુજરાત
News of Monday, 10th January 2022

નવજાગૃતિ મહિલા ઔધિયોગિક સહકારી મંડળી, ચીકદા દ્વારા 80 જેટલી મહિલાઓને પગભર બનાવવા જાણકારી અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે જેમાં મહિલાઓ માટે પણ ઘણી સારી યોજનાઓ અમલમાં છે જેના થકી બેરોજગાર મહિલાઓ પગભર બની પોતાની આજીવિકા મેળવી શકે છે ત્યારે આવી યોજનાઓ પૈકી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના કે જે મહિલાઓને પગભર કરવા માટે રોજગારી,છુટક ધંધા માટે રૂપિયા 2 લાખની લોન 15 % થી 30% સબસીડી સાથે મળવાપાત્ર છે જેમાં નવજાગૃતિ મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી,ચીકદા, તા.ડેડીયાપાડા, નર્મદા,મંડળીના પ્રમુખ શામસિંગભાઈ વસાવા,સેક્રેટરી દર્શનાબેન વસાવા અને રવિતાબેન વસાવા તથા મંડળીના હોદ્દેદારો દ્વારા 80 જેટલી બેરોજગાર મહિલાઓને પગભર થવા વિસ્તૃત માહિતી આપી દરેકને આ યોજનાનો લાભ મળે તેવા ઉમદા આશયથી આ યોજનાના ફોર્મ ભરાવી ગાંધીનગર મોકલ્યા હતા ત્યારબાદ આ 80 જેવા બહેનોના ફોર્મ પૈકી 20 જેવા ફોર્મ મંજુર થઈને આવતા બહેનો બેંક ઓફ બરોડા,સાગબારા અને ડેડીયાપાડા શાખામાં મોકલવામાં આવ્યાં હોય એ બાબતે તંત્રના લાગતા વળગતા અધિકારી આ માટે અંગત રસ દાખવી બેરોજગાર મહિલાઓને રોજગારી મળે તે દિશામાં પ્રયાસ કરે તેવી આશા આ મહિલાઓ રાખી રહ્યા છે.અને બાકીના મહિલાઓ પણ પગભર બને તે માટે તેમને પણ આ યોજનામાં લાભ મળે તેવી માંગ ઉઠી છે.

(10:25 pm IST)