ગુજરાત
News of Friday, 10th January 2020

બોરસદમાં જમીનના પૈસા બાબતે માતા-પુત્રએ લાકડીથી માર મારી દંપતીને ઇજા પહોંચાડતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

બોરસદ:શહેરના સીંગલાવ રોડ ઉપર આવેલી રવિકુંજ સોસાયટીની નજીકમાં રહેતા દંપતિને ઓરમાન માતા-પુત્રએ જમીનના પૈસા બાબતે લાકડીથી તેમજ ગડદાપાટુનો માર મારીને ઈજાઓ પહોંચાડતા અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી શૈલેષભાઈ અરવિંદભાઈ જાદવના માતાના અવસાન બાદ તેમના પિતાએ કાન્તાબેન નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા જે પ્રથમ પતિના પુત્ર કિરણ સાથે રહેવા માટે શૈલેષભાઈની નજીકમાં આવ્યા હતા. ગત ૬ઠ્ઠી તારીખના રોજ સાંજના સવા સાતેક વાગ્યાના સુમારે શૈલેષભાઈ ઘરે હાજર હતા ત્યારે કિરણભાઈ અને તેની માતા કાન્તાબેન ઘરે આવ્યા હતા અને શૈલેષભાઈની પત્ની સંગીતાબેનને જણાવ્યું હતુ કે, તમોએ જમીન વેચી દીધી પણ મને પૈસા કેમ આપતા નથી ? તેમ કહેતા સંગીતાબેને કહેલ કે જમીનના પૈસા હજી સુધી અમારી પાસે આવ્યા નથી. અને આવ્યેથી તમોને પૈસા આપી દઈશુ. સાંભળતા કિરણભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો.

(5:21 pm IST)