અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતા યુવકને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

અમદાવાદ:ચાંદખેડા ભગવતીનગરના નાકે જાહેરમાં ગ્રાહકોના ટેલિફોનિક સંપર્ક કરી બોમ્બે વરલી મટકાનો સટ્ટો રમાડનાર આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે જે મિત્ર સાથે મળીને આ કામ કરતો હોવાથી તેની સામે ગુનો નોંધાવી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી કે, ચાદંખેડા ભગવતીનગરના નાકે જાહેરમાં ગ્રાહકોનો ટેલિફોનિક સંપર્ક કરી બોમ્બે વરલી મટકાનો સટ્ટા- બેટિંગના આંક લખી પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે, જેના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને વિક્રમ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને જુગારના સાધનો સહિત કુલ 14 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન ગ્રાહકોના વોટ્સએપ પર મેસેજ કરી આંક લખી ઝુંડાલ ગામ ખાતે રહેતા મંગાજી ઉર્ફે મોહનજી ઠાકોર પાસેથી સટ્ટાના આંકડા કપાવતો હોવાનું જણાવ્યું હતું.