ગુજરાત
News of Friday, 9th December 2022

વડોદરાના માણેજા ગામે પૈસા બાબતે થયેલ તકરારમાં સામસામે પક્ષે મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા: માણેજા ગામ ભાથીજી ફળિયામાં રહેતા 98 વર્ષના શારદાબેન ચીમનભાઈ ઠાકોર ઘર કામ કરે છે. ગઈકાલે તેઓ ઘરે હતા ત્યારે રાત્રે 7:30 વાગે તેમની દીકરી નિર્મલાબેન ઘરે આવીને પિતા સાથે મોસાળાની વાત કરતી હતી. ત્યારે શારદાબેનનો નાનો દીકરો અમિત તથા તેની પત્ની શીતલ પણ તેમના ઘરે આવ્યા હતા. અને ચારે જણાય નિર્મલા સાથે બાબતે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. શારદાબેન તેઓને સમજાવવા જતા અમે તે તેમને પાછળથી પકડી રાખ્યા હતા અને શીતલે માર માર્યો હતો. તેમ જ બાજુમાં પડેલ ચૂલામાંથી બાવળનું લાકડું લઈ કાપડના ભાગે મારી દીધું હતું. તે દરમિયાન લોકોનું ટોળુ ભેગું થઈ જતા આ ચારે જણા જતા રહ્યા હતા. અને જતા અમિતએ ધમકી આપી હતી કે જો બીજીવાર પૈસા બાબતે અમારી સાથે ઝઘડો કર્યો છે તો તને જીવતી નહીં છોડીએ. જ્યારે સામાં પક્ષે ચીમનભાઈ નાગજીભાઈ ઠાકોરે ફરિયાદ જણાવ્યું છે કે મારી દીકરી નિર્મલા મારા ઘરે આવી ને તેની દીકરીઓના મોસાળા બાબતે વાત કરતી હતી. મારા પત્ની શારદાબેન મને મોસાળામાં પૈસાની મદદ કરવા માટે દબાણ કરતા હતા પરંતુ મેં ના પાડતા તેઓએ મને માર માર્યો હતો કરતા મારું નાનો છોકરો આવી ગયો હતો અને મને વધુ મારામાંથી છોડાવ્યો હતો શારદાબેન ને તેઓને પણ માર માર્યો હતો. મકરપુરા પોલીસે બંને પક્ષને ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)