ગુજરાત
News of Thursday, 9th December 2021

નવસારી જિલ્લામાં વધુ બે વિધાર્થી કોરોના પોઝિટિવ :આરોગ્ય તંત્ર દોડતું

ચીખલીના મલિયાધાર શાળામાં અને વંકાલ પ્રાથમિક શાળાની વિધાર્થીની પોઝિટિવ: આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ચેકિંગ હાથ ધર્યું

નવસારી જિલ્લામાં ફરી બે વિદ્યાર્થીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ચીખલી તાલુકામાં આવેલ મલિયાધાર શાળામાં અને અન્ય એક વિદ્યાર્થીની વંકાલ પ્રાથમિક શાળાની વિધાર્થીની પોઝિટિવ આવી છે.

છેલ્લા એક અઠવાડિયામા ૫ જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ આવેલ શાળામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનું ચેકિંગ હાથ ધર્યું છે. ચીખલી તાલુકાના વંકાલ ગામમાં 43 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. જ્યારે મલિયાધાર પ્રાથમિક શાળામાં 29 વિદ્યાર્થીઓ અને 08 સ્ટાફ મેમ્બરના સેમ્પલ લેવામાં આવ્યા છે

(9:41 am IST)