ગુજરાત
News of Monday, 9th December 2019

સવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાને ઘેરાવનો કાર્યક્રમ : વિવિધ મુદ્દાઓ પર ગૃહ ગજાવશે

પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દે સરકાર પર તડાપીટ બોલાવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી મળવા જઈ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે વિવિધ મુદ્દે સરકારને ઘેરશે  કોંગ્રેસ દ્વારા સવારે 9 વાગે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રખાયો છે આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી છે.

  રવિવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં વિધાનસભામાં ઉગ્ર રજુઆતો કરવાનો નિર્ણય લેવાયો હતો

 . બિન સચિવાલય પરિક્ષામાં ગેરરીતિથી માંડીને અન્ય પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દાઓ પર વિધાનસભા ગજવવાની કોંગ્રેસે તૈયારી કરી છે.

(11:35 pm IST)