ગુજરાત
News of Saturday, 9th December 2017

બોરસદના ગાજણા ગામે દારૂ પીને અથડાવવા બાબતે એકને ઢોરમાર મારી કપડાં ફાડી નાખનાર પાંચ વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ:તાલુકાના ગાજણા ગામે ગઈકાલે રાત્રીના સુમારે દારૂ પીને અથડાવવા બાબતે ઠપકો આપતાં એકને માર મારીને કપડાં ફાડી નાંખતા આ અંગે ભાદરણ પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાજણા ગામે રહેતો અને અભ્યાસ કરતો હિતેશકુમાર જગદીશભાઈ જાદવ ગઈકાલે રાત્રીના પોણા આઠેક વાગ્યાના સુમારે દૂધ મંડળીએથી દૂધ આપીને પરત ઘરે તરફ જતો હતો ત્યારે રસ્તામાં સહદેવસિંહ દારૂ પીધેલી હાલતમાં અથડાયો હતો જેથી હિતેશકુમારે જોઈને ચાલવાનું કહેતા સહદેવએ ઝઘડો કર્યો હતો. તેનું ઉપરાણું લઈને ઉપેન્દ્રસિંહ વિક્રમસિંહ મહિડા, ધર્મેન્દ્રસિંહ જયવિરસિંહ મહિડા, યુવરાજસિંહ સુરેશભાઈ મહિડા તથા વિક્રમસિંહ લ-મણસિંહ મહિડા આવી ચઢ્યા હતા અને ગેમ તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. હિતેશભાઈના ઘરના સભ્યો વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ માર માર્યો અને હિતેશે પહેરેલા કપડા ફાડી નાંખી જાનથી મારવાની ધમકી આપી હતી.

(6:26 pm IST)