હિંમતનગરથી રાજસ્થાન બાઈક લઇ જઈ રહેલ યુવક સાથે ઝઘડો કરી ઢોરમાર મારી મોતનેઘાટ ઉતારનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
હિંમતનગર: શહેર થી વતન રાજસ્થાનના ચુડાવાડા બાઈક લઈ જઈ રહેલ યુવક સાથે ઝઘડો કરી મૂઢ માર મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી મોત નીપજાવનાર નાસતા ફરતા આરોપીને એલસીબી અરવલ્લી ટીમે શામળાજી ખાતે થી જ દબોચી લીધો હતો.આમ પરપ્રાંતીય યુવકને માર મારી મોત નીપજાવનાર ત્રણેય આરોપીઓ ને ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધો હતો.
રાજસ્થાનના ચુડાવાડા તા.વીંછીવાડાનો યુવક લક્ષ્મણ ગામેતી તેની શિક્ષિકા પત્નિ સાથે હિંમતનગર ખાતે વસવાટ કરતો હતો. ગત અઠવાડીયે હિંમતનગરથી પોતાના વતન ચુડાવાડા ગામે બાઈક લઈ જઈ રહેલ આ યુવક ના બાઈક સાથે બાઈક ટકરાવી સુનોખ ના રાહુલ ઉર્ફે રવી ડેડોરે શામળાજી બસ સ્ટેન્ડ ખાતે અકસ્માત સર્જયો હતો.આ અકસ્માત બાદ બંને બાઈક ચાલકો વચ્ચે ઝઘડો થતાં રાહુલ ઉર્ફે રવીના સાગરીતો કુલદીપ અને મહિપાલ લાકડીઓ લઈ આવી ચડયા હતા. અને શામળાજી બસ સ્ટેન્ડ થી વેણપુર વચ્ચે આ પરપ્રાંતીય યુવક ઉપર હુમલો કરી લાકડી વડે માર મારી પેટના ભાગે મૂઢ મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી આ હુમલાખોરો ભાગી ગયા હતા.