ગુજરાત
News of Monday, 9th November 2020

વાલીઓનો સો મણનો સવાલ

બાળકોને સ્કૂલે મોકલવા છે પરંતુ કોરોનાથી બચવાનું પ્લાનિંગ શું ?

અમદાવાદ ,તા. ૯: રાજય સરકાર દિવાળી પછી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા જઈ રહી છે પરંતુ હજુ સુધી એસઓપી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ વાલીઓની એવી વ્યથા છે કે, તેમને બાળકોને સ્કૂલે મોકલવા તો છે પરતુ કોરોનાના સંક્રમણથી બાળકોને બચી શકશે તેના માટેનુ ફુલપ્રૂફ પ્લાનિંગ શું ? સ્કૂલે આવતાં બાળકોને ચેપ નહી લાગે તના માટે સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો વાલીઓમાં ઉપસ્થિત થયાં છે. બાળક દ્યરેથી સ્કૂલે જાય અને સાંજે પરત ફરે ત્યાં સુધીની બાળકના સ્વાસ્થ્યની તમામ જવાબદારી પૂર્વકની ખાતરી સરકારે એસઓપીમાં આપવી જોઈએ.

વાલીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે કે,  કેટલી શાળાઓ વિદ્યાર્થીઓને કોરોનાથી સંક્રમિત ન થાય તે માટેની સુવિધાઓ પૂરી પાડી શકશે. એક મહિના પછી શાળા ખૂલશે ત્યારે શું વિદ્યાર્થીઓને સેનિટાઇઝ કરીને શાળામાં બેસાડી શકાશે. શું વિદ્યાર્થીઓને ફ્રીમાં માસ્ક આપવામાં આવશે ખરા. વિદ્યાર્થીઓ શાળામાંથી દ્યરે જાય એ દરમિયાન તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ સંક્રમિત ન થાય તેવી અપાશે. શાળાઓમાં સેનિટાઈઝ યંત્ર લગાવીને વિદ્યાર્થીઓને સંક્રમિત થતા રોકી શકવાની સુવિધા ઊભી કરાશે. આવનારા સમયમાં બાળકો સહી સલામત રીતે શાળામાં જઈ શકશે તેની ખાતરી અપાશે. શાળાના વિદ્યાર્થીઓને આરોગ્યની અને કોરોના વાઇરસનો ચેપ ન લાગે એની સુવિધા મળશે કે કેમ ?   યુરિનલ ટોયલેટની સાફ સફાઈ માટેના કાયમી સ્ટાફ્ની વ્યવસ્થા કરવામાં આવશે. જે સ્કૂલમાં ટોઇલેટ-બાથરૂમની વ્યવસ્થા ન હોય અથવા કોમન હોય ત્યાં અલગ વ્યવસ્થા ઊભી કરાશે. પુસ્તકો, સ્કૂલ બેગ સહિતની સામગ્રી રોજે રોજ સેનિટાઈઝ કેવી રીતે કરાવાશે. જેવા પ્રશ્નો ઉઠયા છે.

(12:55 pm IST)