ગુજરાત
News of Saturday, 9th November 2019

ખેડા જિલ્લાના અલીણામાં મારામારીના જુદા-જુદા બે બનાવમાં કુલ ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ખેડા: જિલ્લાના નડિયાદ તેમજ અલીણામાં બનેલા મારામારીના જુદા-જુદા બે બનાવોમાં કુલ ત્રણ વ્યક્તિઓ ને ઈજા પહોંચી છે. બનાવ અંગે પોલીસે ફરીયાદ લઈ કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ નડિયાદમાં મંજીપુરા રોડ પરના રેલ્વેફાટક પાસે આવેલ નારાયણનગર સોસાયટીમાં રહેતાં શ્યામકુમાર -મણદાસ સેંઘાણી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત બુધવારના રોજ રાત્રીના સમયે શ્યામકુમાર રીક્ષા લઇને પેસેન્જરની વર્ધી માટે ગયા હતા અનેે ઘરમાં તેમની પત્ની કપીલાબેન અને પુત્ર જયદેવ હતાં. રાત્રિના એક વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખખડતાં માતા-પુત્રએ જાગી જઈ દરવાજો ખોલી જોતાં ઘર બહાર વિજયભાઈ ઉર્ફે બત્તી કિશોરભાઈ પારેખ અને જયકિશન ઉર્ફે કાઉ પ્રહલાદભાઈ લાલજાણી (બંને રહે.પ્રગતિનગર,એસ.ટી નગર પાછળ,નડિયાદ) હાથમાં લાકડીઓ લઈ ઉભા હતાં. અને શ્યામ કઈ ગયો...તેને બહાર કાઢો તેમ કહી બુમો પાડવા લાગ્યાં હતાં. તે વખતે કપીલાબેને તેઓ ઘરે હાજર હોવાનું જણાવતાં બંને જણાં ઉશ્કેરાઈ ગયાં હતાં. અને તારા ઘરવાળાને સમજાવી દે અમારા વિરૂધ્ધમાં ફરીયાદો ના કરે તેમ કહી કપીલાબેન સાથે ઝઘડો કરી ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. ઝઘડો વધુ ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા વિજયભાઈ અને જયકિશનભાઈએ ભેગા મળી કપીલાબેન અને તેમના પુત્ર જયદેવને લાકડીથી મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ભાગી ગયાં હતા. બનાવ અંગે કપીલાબેન શ્યામકુમાર સેંઘાણીની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે વિજયભાઈ કિશોરભાઈ પારેખ અને જયકિશન પ્રહલાદભાઈ લાલજાણી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:03 pm IST)