ગુજરાત
News of Saturday, 9th November 2019

ગાંધીનગર: આરટીઓમાં આગળના વર્ષે જુદા-જુદા વાહનો પર અંદાજે 50 લાખની રકમ ચોરી કરી હોવાનું ઓડિટ રિપોર્ટમાં બહાર આવતા 6 ક્લાર્કને નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર: આરટીઓમાં વર્ષ ર૦૧૮માં પાર્સીંગ થયેલી લક્ઝુરીયસ કાર સહિત ૨૦ જેટલા વાહનોનો અંદાજે પ૦ લાખ જેટલો ટેકસ ચોરવામાં આવ્યો હોવાનું ઓડીટ રીપોર્ટમાં બહાર આવ્યું હતું. જેના અનુસંધાને આરટીઓએ સે- પોલીસ સ્ટેશનમાં અરજી કરી મામલે વધુ તપાસ શરૂ કરવા માંગણી કરી છે તો બીજીબાજુ વાહનવ્યવહાર વિભાગ દ્વારા પણ ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે જેમાં પ્રાથમિક ધોરણે કૌભાંડ બાબતે આરટીઓના ક્લાર્કને નોટિસ આપી છે અને તેમના નિવેદનોને આધારે આગામી કાર્યવાહી હાથ ધરાશે.

ગાંધીનગર આરટીઓ કચેરીમાં પાર્સીંગ થતાં વાહનો પૈકી લકઝુરીયસ કારનો ટેક્સ નહીં ભરી અને સરકારી વાહન હોવાનું ખપાવી દઇને આચરાયેલા કૌભાંડ સંદર્ભે આરટીઓના અધિકારીએ સે- પોલીસ મથકમાં કૌભાંડ ઉકેલવા માટે અરજી કરી હતી. જેના પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

(5:01 pm IST)