ગુજરાત
News of Saturday, 9th November 2019

આણંદમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ઇમારતના બાંધકામમાં 11 ફૂટ ઉંચેથી નીચે પટકાતા યુવકના પગમાં સળીયો ઘુસ્યો: ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરીને યુવકનો જીવ બચાવ્યો

આણંદ:શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ વીટકોસ સ્ટેન્ડની પાછળ ચાલી રહેલ એક ઈમારતના બાંધકામમાં લીફ્ટ મુકવાની જગ્યાએથી એક યુવક પંદર ફૂટ ઉંચાઈએથી નીચે પટકાતા યુવકના પગના ભાગે લોખંડનો સળીયો ઘુસી ગયો હતો. ફાયરબ્રિગેડ તથા ૧૦૮ની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી યુવકને સહીસલામત બચાવી લીધો હતો.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગોદી નજીક નવી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. રેલ્વે મોલના ગ્રાઉન્ડ ફલોરના લીફ્ટના ભોંયરામાં ગઈકાલ રાત્રિના અંધકારમાં જશભાઈ નારણભાઈ પરમાર આશરે ૧૫.૨૦ ફૂટ ઉંચાઈએથી નીચે ખાબક્યો હતો. અકસ્માતમાં જશભાઈ પરમારના ડાબા પગે એક લોખંડનો સળીયો આરપાર ઘુસી ગયો હતો. જેથી યુવકે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભોંયરામાં તપાસ કરતા યુવક ગંભીર હાલતમાં પડયો હોવાનું માલુમ પડયું હતું.

(4:59 pm IST)