ગુજરાત
News of Saturday, 9th November 2019

વડોદરા: પ્રોબેશન પિરિયડ દરમ્યાન લાંચના કેસમાં ફરાર તાલુકા વિકાસ અધિકારીની ચાર્જ સીટ પાદરાના ટીપીઓને સોંપવામાં આવી

વડોદરા :તાલુકા પંચાયતના પ્રોબેશન પિરિયડ દરમિયાન લાંચના કેસમાં ફરાર થઇ ગયેલા તાલુકા વિકાસ અધિકારી તપન ત્રિવેદીનો ચાર્જ પાદરાના ટીપીઓને સોંપાયો છે.

જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,લાંચના કેસમાં વડોદરા તાલુકા  પંચાયતના ટીડીઓ તપન ત્રિવેદીનો અંગત કર્મચારી મનાતો રાજુ ખોખરિયા પકડાઇ જતાં તપન પોલીસને ચકમો આપી ઓફિસમાંથી ફરાર થઇ ગયો હતો.

એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમ તપનને શોધી રહી છે ત્યારે બીજીતરફ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ડીડીઓએ આજે લાંચિયા અધિકારી તપન ત્રિવેદીનો ચાર્જ પાદરાના તાલુકા પંચાયત અધિકારી ટી પટેલને સોંપવાનો નિર્ણય કર્યો છે.પાદરા ટીપીઓ પણ આગામી ત્રણેક માસ બાદ નિવૃત્ત થઇ રહ્યા હોવાનું પંચાયતના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

(4:55 pm IST)