ગુજરાત
News of Saturday, 9th November 2019

આણંદ પેંશન લેવા ગયેલી મહિલાની લાશ મળી: દુષ્કર્મ બાદ હત્યા કરાયાની આશંકા

ઓડ ગામથી આણંદ પેન્શન લેવા ગયેલી મહિલાની મોડી રાતે ખંભોળજનાં માર્ગ પરથી લાશ મળી

 

આણંદ પેંશન લેવા ગયેલી મહિલાની લાશ મળી હતી પ્રાથમીક અહેવાલો મુજબ મહિલાની દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે .

  આણંદના ઓડ ગામની મહિલાની લાશ મળી આવી છે. મહિલા સાથે રેપ કરાયો હોવાનાં પ્રાથમીક દ્રષ્ટીએ પૂરાવા સામે આવી રહ્યા છે. અઘમો દ્વારા રેપ પછી મહિલાનું મર્ડર થયાની શંકા કરવામાં આવી રહી છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા ઓડ ગામથી આણંદ પેન્શન લેવા માટે ગઈ હતી. મોડી રાતે ખંભોળજનાં માર્ગ પરથી ઓડ ગામની રહેવાશી લક્ષ્મી નામની મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વઘુ તપાસ હાથ ધરી હતી

 ઓડ ગામ, આણંદ જીલ્લાનાં ઉમરેઠ પાસે આવેલું નાનકડું ગામ છે. મહિલાની રીતે રેપ વિથ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગયો છે

(12:05 am IST)