ગુજરાત
News of Saturday, 9th November 2019

સરકાર પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સહાય કરશે :પાક નુકસાનીનો સર્વે ઝડપથી પુર્ણ કરવા સુચના: નીતિન પટેલ

પાક વીમા મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્ય્ક્ષતાંમાં બેઠક યોજાઈ

અમદાવાદ : પાક વીમા મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બેઠક બોલાવી હતી. આ બેઠક સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મળી હતી જેમા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ  પટેલ, કૃષિપ્રધાન આર સી ફળદુ, સીએસ જે એન સિંહ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને કૃષિ વિભાગના ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા.

   બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યુ કે, પાક નુકસાનીનો સર્વે ઝડપથી પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે. ત્રણ લાખ હેક્ટર જમીનમાં સર્વે થયો છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર ખેડૂતોને વળતર આપવાની શરૂઆત કરશે. મહા વાવાઝોડાના કારણે સર્વેની કામગીરી લંબાવવામાં આવી છે.

   નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, પાણી નિકાલની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. એક અંદાજે 5 લાખ હેકટરમાં નુકસાન થયું છે. સરકાર પાક વીમા કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. સરકાર પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સહાય કરશે.અને કૃષિ વિભાગને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

(9:29 pm IST)