ગુજરાત
News of Friday, 8th November 2019

ગાંધીનગરના ધોળાકુવામાં ઉભરાતી ગટરોનો ત્રાસ: લોકોને દુર્ગંધયુક્ત પાણીનો સામનો કરવાની નોબત આવી:હજારો લોકોના સ્વાસ્થ્યને ખતરો

ગાંધીનગર:શહેર નજીક આવેલાં  ધોળાકુવા ગામમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાઇ રહી છે. સતત ઉભરાતી ગટરોના કારણે ગ્રામજનો પણ હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે લોકોને  અવર જવરમાં ગંદકીનો તેમજ દુર્ગંધ યુક્ત પાણીનો સામનો કરીને પસાર થવું પડે છે. જેથી ગ્રામજનોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઇ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાટનગર નજીક આવેલા ધોળાકુવા ગામમાં  અવાર નવાર ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. વારંવાર પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે ગ્રામજનો પણ ત્રસ્ત થઇ ગયા છે. તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવતાં છેલ્લા ઘણા સમયથી ગામમાં આવેલી ગટરોના ગંદા પાણી મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર વહી રહ્યાં છેત્યારે માર્ગ ઉપર શાળામાં અભ્યાસ અર્થે જતાં બાળકો તેમજ ગ્રામજનોને અવર જવર કરવી પડે છે

(5:33 pm IST)