News of Friday, 8th November 2019
કપડવંજના મુવાડા ગામે પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં: છત પરથી પોપડા પડ્યા: વેકેશન હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી
કપડવંજ :તાલુકાના લાડુજીના મુવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાનુ મકાન જર્જરીત બન્યુ છે.તાજેતરમાં છત પરથી પોપડા પડયા હતા.જો કે શાળામાં વેકેશન ચાલતું હોવાથી મોટી હોનારત થતા બચી હતી. આ અંગે સત્વરે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે.
કપડવંજ તાલુકાના લાડુજીના મુવાડા ગામે આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાં નબળા અને જર્જરીત હાલતા ધાબા નીચે જીવના જોખમે બાળકો ભણી રહ્યા છે.ભવિષ્યમાં આ જર્જરીત ધાબુ તુટે ને ભણતા બાળકોને ગંભીર પ્રકારની જાનહાની થાય તેમ છે.
આ અંગે ગામના સરપંચે ટી.ડી.ઓ, પ્રાથણિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને ગાંધીનગર ખાતે આવેલ શિક્ષણકાર્યલય સુધી રજૂઆત કરી છે.
(5:33 pm IST)