ગુજરાત
News of Friday, 8th November 2019

પત્નિએ ફલાવરનું શાક તીખું બનાવ્યું, પતિએ તકરારમાં આપઘાત કરી લીધો

સુરત, તા.૮: પતિ-પત્ની વચ્ચેના ઝદ્યડા કયારેક અતિ ગંભીર રૂપ ધારણ કરતા હોય છે. પતિ-પત્ની વચ્ચે થતો સાંસારિક કંકાસ કયારેક એ સ્વરૂપ ધારણ કરે છે કે વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવે છે. આવા જ એક કંકાસમાં સુરતા એક પતિનું મોત થયું છે. જોકે, આ કંકાસનું કારણ સાવ સામાન્ય હતું. સુરતના ડિંડોલમાં રહેતા ૪૩ વર્ષીય કૈલાસ મહાજનને પત્ની સાથે તીખા શાકની બાબતે ઝદ્યડો થયો હતો જેનાથી ઉશ્કેરાઈને તેમણે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું.બનાવની વિગત એવી છે કે ડિંડોલીના શિવાજીપાર્કમાં રહેતા કૈલાસ ગણેશભાઈ મહાજને મંગળવારે રાત્રે દ્યરે હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. કૈલાસ મહાજનને પત્ની સાથે શાકના સ્વાદ બાબતે ઝદ્યડો થયો હતો. ડીંડોલી પોલીસના જણાવ્યા મુજબ તેમના પત્નીએ ફ્લાવરનું શાક તીખું બનાવતાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝદ્યડામાં માઠું લાગી આવતા કૈલાસ મહાજને આત્મહત્યા કરી હતી.મૃતક કૈલાસભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મૃતક કૈલાસભાઈ તે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રે પત્નીએ ફ્લાવરનું શાક તીખું બનાવતાં પતિ-પત્ની વચ્ચે ઝદ્યડો થયો હતો તેમણે અંતિમ પગલું ભર્યું હતું.પતિ-પત્નીના નાના ઝદ્યડાઓ કેટલું મોટું અને ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેનું આ ઉત્ત્।મ ઉદાહરણ છે. કૈલાસભાઈ તેમના બેડરૂમમાં છતમાં લાગેલા હૂક સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું ત્યાં સુધી તેમના પરિવારને તેની જાણ થઈ નહોતી. આ દ્યટના બાદ સુરતની ડીંડોલી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

(4:15 pm IST)