ગુજરાત
News of Friday, 8th November 2019

છૂટક બજારોમાં આદુ ૨૦૦, ડુંગળી ૮૦, ટામેટાં ૬૦ રૂપિયે કિલો

એક સપ્તાહમાં ક્રમશઃ આવક વધતા તબક્કાવાર રીતે ભાવ ઉતરવાના શરૂ થશે

અમદાવાદ, તા.૮: મોસમનો અંદાજ અઘરો થઇ ગયો છે, એવી જ રીતે શાકભાજી એમાંય ખાસ કરીને ડુંગળી, બટાકા અને ટામેટાંના ભાવનો અંદાજ પણ ગૃહિણીઓ માટે મુશ્કેલી બની ગયો છે. હાલ છૂટક બજારોમાં ૮૦ - ડુંગળી, ૬૦ - ટામેટાં, ૨૫ - બટાકા અને ૨૦૦ - કિલોના ભાવે આદુનું વેચાણ થઇ રહ્યું છે. ડુંગળી, ટામેટાં અને બટાકાનો આ ભાવવધારો ગૃહિણીઓને રડાવી રહ્યો છે અને એની સાથે જ સામાન્ય માણસના દ્યરનું બજેટ ખોરવાઇ રહ્યું છે. આ ભાવવધારાને ઘટાડવાની તંત્રની કોઇ સ્પષ્ટ નીતિ હજુ સુધી જાહેર ન થતાં નાગરિકોમાં ભારે રોષ છે.

અમદાવાદ શહેરના વિવિધ બજારોમાં વિસ્તાર પ્રમાણે ભાવમાં આંશિક વધદ્યટ જોવા મળી રહી છે. પરંતુ ડુંગળી કિલો દીઠ સરેરાશ  ૮૦ અને ટામેટાંનું - ૬૦ના ભાવે જ વેચાણ થઇ રહ્યું છે. ડુંગળીના જથ્થાબંધ વેપારીના જણાવ્યા મુજબ,'અગાઉ પણ ડુંગળીના ભાવ ૮૦ સુધી પહોંચી ગયા હતા. જેનું કારણ મહારાષ્ટ્રમાં આવેલું પૂર હતું. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતાં ભાવમાં નરમાશ જોવા મળી હતી અને ડુંગળી - ૪૦ સુધી આવી હતી. દિવાળીના તહેવારોમાં વેકેશનના લીધે ડુંગળીની માગમાં દ્યટાડો થયો હતો. દિવાળી બાદ ફરીથી શાકભાજી અને ડુંગળીની આવક વધી જતાં માલની ખેંચ અનુભવાય છે.

ખાસ કરીને સારી કવોલિટીની ડુંગળીના કિલોના ભાવ ૮૦થી ૯૦ સુધીના છે. દેખાવમાં નાની અને સામાન્ય કવાલિટીની ડુંગળી પણ અત્યારે ૬૦ રૂપિયે વેચાઇ રહી છે. આગામી સપ્તાહ બાદ ક્રમશૅં ભાવ સામાન્ય થવાની આશા છે.લૃઊંચ મહિના અગાઉ ૬૦ના વેચાતા ટામેટાં દ્યટીને ૩૦ સુધા આવી ગયા હતા અને ફરીથી તે ૬૦ની ઉચ્ચ સપાટી પર છે.

જમાલપુરના ટામેટાંના વેપારી તેજેન્દરભાઇનું કહેવું છે કે,'કમોસમી વરસાદના પગલે ટામેટાંમાં અત્યારે બગાડ બહુ થઇ રહ્યો છે. તેથી છૂટક વેપારીઓને નુકસાન વધુ જાય છે. તે ઉપરાંત તેની આવક પણ દ્યટી છે. નવેમ્બરના અંત સુધીમાં ટામેટાંના નવા માલની આવક શરૂ થતાં ભાવ અંકુશમાં આવી જશે.' લીલા મરી-મસાલા, આદુમાં પણ તમતમતી તેજી આવી છે. આદુના ભાવ તો ડબલ સેન્ચ્યુરી મારીને ૨૦૦ - કિલોના સ્તરે પહોંચ્યા છે. જયારે કે કોથમીર ૧૨૦ - કિલો વેચાઇ રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ ૮૦ - કિલોની ડુંગળીની ખરીદી કરવાનું અનેક લોકો ટાળી રહ્યાં છે. ડુંગળીની ખરીદી અને વપરાશમાં લોકો હાલ કપાત કરવા મજબૂર બન્યા છે. ડુંગળીનું મોટાભાગનું વેચાણ ૨૫૦ અને ૫૦૦ ગ્રામના હિસાબે જ થઇ રહ્યું હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. જયારે કે એક કિલો બટાકા કેટલીક જગ્યાએ ૩૦ -ના પણ વેચાઇ રહ્યાં છે. ૫૦ ડ્ડના બે કિલો બટાકા પણ વેચાઇ રહ્યાં છે. જયારે કે ટામેટાંની ખરીદીમાં પણ લોકો રેશનિંગ કરી રહ્યાં છે અને તેમને ૨૫૦ કે ૫૦૦ ગ્રામ ટામેટાં ખરીદીને બજેટ સાચવવાની ફરજ પડી રહી છે.

તુવેર, વટાણા, મેથી જેવા શિયાળુ શાકભાજીમાં પણ હાલ ભાવવધારો જોવા મળી રહ્યો છે. તુવેર અને વટાણા ૧૨૦ - કિલોના ભાવે મળી રહ્યા છે. મેથીના કવોલિટી મુજબ જુદા-જુદા ભાવ છે પરંતુ સરેરાશ ૪૦ - કિલોએ વેચાઇ રહી છે. શિયાળુ જામતા આ શાકની ભરપૂર આવક થતાં ભાવમાં ૫૦ ટકાનો જંગી ઘટાડો આવવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

માર્કેટના સૂત્રોનું કહેવું છે કે સામાન્ય સંજોગોમાં દિવાળી બાદથી નવા માલની આવક શરૂ થઇ જાય પરંતુ આ વર્ષે નવા માલની આવકમાં વિલંબના લીધે ભાવ વધારો થયો છે. એક સપ્તાહમાં ક્રમશઃ આવક વધતા તબક્કવાર રીતે ભાવ ઉતરવાના શરૂ થશે.

(3:53 pm IST)