ગુજરાત
News of Friday, 8th November 2019

દેવભુમી દ્વારકા જીલ્લામાં ભાજપ સંગઠનની રચના માટે ગાંધીનગરમાં મીટીંગ યોજાઇ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જીલ્લાના સંરચના અધિકારી ડો. જૈમનભાઇ ઉપાધ્યાયની ઉપસ્થિતીમાં વિસ્તૃત ચર્ચા

રાજકોટઃ ગાંધીનગર ખાતે મુખ્ય વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં દેવભુમી દ્વારકાના સંરચના અધિકારી પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા દ્વારકાની ટીમની ઉપસ્થિતિ મંડલ પ્રમુખ તેમજ મહામંત્રી સહિત સંગઠનની રચના વિસ્તૃત ચર્ચા કરી હતી. આ અંગે જૈમનભાઇને જણાવ્યું હતું કે બંધારણ મુજબ દર ૩ વર્ષે બુથ સમિતિ, વોર્ડ (મંડલ), શહેર, જીલ્લો તેમજ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રમુખ સહિતની ટીમની નવેસરથી વરણી થતી હોય છે. તે અંતગર્ત દેવભુમી દ્વારકાના સંરચના અધિકારી તરીકે પ્રદેશમાંથી રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયની વરણી થયેલ હોય તેમજ તા. ૧ નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધીમાં વોર્ડ (મંડલ) પ્રમુખ વગેરેની વરણી પૂર્ણ કરવાની હોય પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ટીમ દ્વારકાની મીટીંગ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ. જેમાં પ્રદેશ આગેવાન મનસુખભાઇ માંડવીયા, ગોરધનભાઇ , મોહનભાઇ કુંડરીયા વગેરેએ દ્વારકાના સંરચના અધિકારી ડો. જૈમન ઉપાધ્યાય, દ્વારકાના પ્રભારી અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા, દ્વારકા પ્રમુખ કાળુભાઇ , સંરચના અધિકારી વિરપાલભાઇ ગઢવી, અગ્રણી મુળુભાઇ બેરા, મહામંત્રી દિનેશભાઇ દત્તાણી દ્વારકા હોદ્દેદારો હાજર રહેલ. તેમજ દ્વારકાના ૧૦ મંડલોમાં પ્રમુખ મહામંત્રીની સુંદર ટીમ બને તો તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

(11:45 am IST)