ગુજરાત
News of Friday, 8th November 2019

સુરતની વિદ્યાર્થીની કુમાર કલ્યાણીએ પંજાબમાં વગાડ્યો ડંકો બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું

-200 મીટર સ્ટ્રોક ઇવેન્ટ અને 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો

 

સુરત : પંજાબમાં રમાઈ રહેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી વુમેન્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સુરતની વિદ્યાર્થિનીએ હીર ઝળકાવ્યું છે

   સુરતની કુમાર કલ્યાણીએ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ સહિત બે બ્રોન્ઝ મેડલ જીતી સુરત સાથે ગુજરાતનું પણ ગોરવ વધાર્યુ છે. કુમારી કલ્યાણીએ 200 મીટર સ્ટ્રોક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. 400 મીટરમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સિવાય 200 મીટર ઈંન્ડિવીડ્યુઅલમાં બ્રોન્ઝ જીત્યો છે. કુમારીની સિદ્ધીથી તેના પરિવાર અને કોલેજમાં ઉત્સાહનો માહોલ છે.

(12:55 am IST)