News of Friday, 8th November 2019
મોડીસાંજે સુરત અને ઓલપાડ પંથકમાં ક્યાંક ધોધમાર તો કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ
ઓલપાડ, સાયણ, કિમ, માંગરોળ, કોસંબા સહિતના વિસ્તારોમા વરસાદ
સુરત : સુરતના ઓલપાડમાં મહા વાવાઝોડાની અસરને પગલે વરસાદ પડ્યો હતો. મોડી સાંજે ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો
આ ઉપરાંત સુરતના ઓલપાડ, સાયણ, કિમ, માંગરોળ, કોસંબા સહિતના વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. સુરતમાં દિવાળી પછીથી આંતરે દિવસે વરસાદ પડતો જ રહે છે. જેના કારણે સ્થાનિકો પણ પરેશાન છે.
(12:26 am IST)