ગુજરાત
News of Friday, 8th November 2019

અમદાવાદના બોડકદેવ ઈંદ્રપ્રસ્થ-7 ટાવરમાં જુગારધામ ઝડપાયું : 9 જુગારીઓ પકડાયા : ત્રણ કાર સહીત 24 લાખનો મુદામાલ જપ્ત

આરોપી અંકિતે દેવું થઇ જતા જુગાર રમાડતો : 10 મહિનાથી 25 હજારના ભાડે ફ્લેટ રાખ્યો હતો

 

અમદાવાદ : અમદાવાદના બોડકદેવના ઈન્દ્રપ્રસ્થ-7 ટાવરમાં પીસીબીએ દરોડો પાડતા  જુગાર રમતાં 9 જુગારીઓ ઝડપાયા છે. પોલીસે રોકડ, મોબાઈલ, કાર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

  અંગેની વિગત મુજબ પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં E-બ્લોકમાં 403 નંબરના એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમે છે. જેથી ટીમે દરોડો પાડી અંકિત પટેલ સહિત 9 વ્યક્તિને જુગાર રમતા ઝડપી લીધા હતા. ત્રણ કાર અને એક બુલેટ પણ પીસીબીએ જપ્ત કર્યું છે.
 
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અંકિતે 10 મહિનાથી મકાન ભાડે રાખ્યું હતું અને તે 25 હજાર રુપિયા ફ્લેટનું ભાડુ આપતો હતો. તે દિવસમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. ઝડપાયેલા આરોપીઓ વેપારી અને નોકરિયાત છે. આરોપી અંકિતને દેવું થઈ ગયું હોવાથી જુગાર રમાડતો હતો.

(12:04 am IST)