News of Friday, 9th November 2018
ધરમપુરના નાનાપોંઢા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3એ ઘટનાસ્થળેજ દમ તોડ્યો
ધરમપુર:ના નાનાપૌઢા નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમા એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. નવા વર્ષના પવિત્ર દિવસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, નાની વહિયાલ ફાટક પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(2:51 pm IST)