ગુજરાત
News of Friday, 9th November 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી : એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: તંત્રને લાખોની આવક

લેસર શો શરુ કરાયો :સરદાર પટેલના જીવન પર ફિલ્મ પણ બતાવાશે

વડોદરા નજીક સાધુ બેટ દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે બનાવેલા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટાના લોકાર્પણ બાદ કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓની સંખ્યામાં જબરો વધારો નોંધાયો છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે કે બસની સુવિધા પણ ઓછી પડી રહી છે.

એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓ માટે આજથી લેસર શો પણ શરૂ કરાશે. જેમાં સરદાર પટેલના જીવન ચરિત્ર પર ફિલ્મ બતાવવામાં આવશે.

 સ્ટેચ્યૂ ઓફ યુનિટી. દિવાળીના મીની વેકેશનનને લઈ સરકારી તંત્ર જે આશા સેવી રહ્યું હતું, તે આશા પુરી થઈ રહી છે. આજે 6 વાગ્યા સુધીમાં લગભગ 20 હજાર પ્રવાસીઓ નોંધાયા છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ પહેલા અનાવરણના ત્રણ દિવસ બાદ કમાણીના આંકડા જણાવવામાં આવ્યા હતા, તેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ત્રણ દિવસમાં 15000 પ્રવાસીઓઓ મુલાકાત લીધી છે. જેને લઈ નિગમને 50 લાખની આવક થઈ છે. પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે 350 રૂપિયા ફી તરીકે વસૂલવામાં આવે છે.

(11:24 pm IST)