News of Saturday, 9th October 2021
વડોદરામાં નશા મુક્તિ શપથના અંતિમ દિવસે નશાના રાવણનું દહન કરાયું
2જી ઓક્ટોબરથી એક અઠવાડિયા સુધી નશા મુક્તિ સપ્તાહ તરીકે ઉજવાયુ
વડોદરા : શહેરના ઊર્મિ સ્કૂલ ખાતે નશા મુક્તિ શપથના અંતિમ દિવસે નશાના રાવણનું દહન કરાયું. શહેરની યુવા પેઢી નશાથી દૂર રહે તેવા હેતુથી આજ રોજ નશીલા રાવણનું દહન કરવામાં આવ્યું. 2જી ઓક્ટોબરથી એક અઠવાડિયા સુધી નશા મુક્તિ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઈને આજ રોજ અંતિમ દિવસે પ્રોહીબિશન ટિમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
(10:50 am IST)