News of Monday, 9th September 2019
સુરતના અડાજણમાં ખાનગી ફાયનાન્સ પેઢીએ કરોડોનું ઉઠમણું કર્યાની ચર્ચા : લોકોનો હોબાળો : પોલીસ પહોંચી
આરોપીને ઝડપથી પકડીને ન્યાય અપાવવાની માંગ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાયનાન્સ કંપનીનું ઉઠમણું કર્યું હોવાની ચર્ચા જાગી છે અડાજણમાં આવેલી આ ખાનગી ફાયનાન્સ પેઢી કરોડો કંપનીમાં ઊઠી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ કંપનીનું ઉઠમણું થતા અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાનું ક્હેવાય છે ત્યારે આ મુદ્દે લોકોએ ભારે હોબાળો કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ પોલીસ સમક્ષ આરોપીને ઝડપથી પકડીને ન્યાય અપાવવાની માંગ કરી છે.
(11:47 pm IST)