News of Monday, 9th September 2019
સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડને પગલે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં ડી.જી.પી
સુરત : સુરતમાં ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની જુગાર રેઇડ બાદ ડીજીપી શિવાનંદ ઝાએ ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કર્યા છે
ગત તા. ૦૮/૦૯/૨૦૧૯ના રોજ સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ફુલવાડી-પાંડોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક જુગારની રેડ કરવામાં આવેલ હતી. જેમાં કુલ. ૧.૮૫ લાખથી પણ વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો. આ રેઈડ બાદ પોતાના પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ડામવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા આજ રોજ ચોકબજાર પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી..શેખને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
(10:46 pm IST)