ગુજરાત
News of Monday, 9th September 2019

નવા મોટર વ્હીકલ એક્ટમાં રૂપાણી સરકારનો મોટો નિર્ણય:કાલે મુખ્યમંત્રી કરશે જાહેરાત

માંડવાળી રકમમાં ફેરફાર અને દંડમાં રાહત મળે તેવી શકાયતા

અમદાવાદ : કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરાવ્યો છેજેમાં જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. જેનો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ટ્રાફિકના આ નવા નિયમો ગુજરાતમાં પણ થોડા સમયમા શરૂ થઈ શકે છે.રૂપાણી સરકારે કોઈ મોટો નિર્ણંય કર્યાનું મનાય છે અને કાલે બપોરે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પત્રકાર પરિષદ સંબોધશે.

જેમાં માંડવાળી રકમ અંગે ફેરફારની જાહેરાત કરી શકે છે. તેમજ ગુજરાતના વાહન ચાલકોને દંડમાં રાહત મળે તેવી પણ શક્યતા છે. ગુજરાતમાં ટ્રાફિકના આ નવા નિયમો લાગુ કઈ રીતે કરવા તે અંગે CM હાઉસમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગ અનિર્ણિત રહી હતી અને ત્યાર બાદ યોજાનારી બેઠક પણ મુલતવી રાખવામાં આવી હતી.

(9:07 pm IST)