ગુજરાત
News of Monday, 9th September 2019

ખેડા જિલ્લામાં ચોવીસ કલાકમાં સર્જાયેલ જુદા જુદા ત્રણ અકસ્માતના બનાવમાં એકનું કમકમાટીભર્યું મોત: 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં વિતેલા ચોવીસ કલાક દરમ્યાન અકસ્માતના ૩ બનાવો પોલીસ ચોપડે નોધાયા છે. જેમાં ૧નું મોત થયું છે જ્યારે ૩ વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ અંગે જે તે પોલીસ દ્વારા ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઠાસરામાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા સુખાભાઇ ચુનાભાઇ પરમાર ૭ સપ્ટેમ્બરના રોજ તેઓની શાકભાજીની હાથલારી લઇ ઠાસરા રેલ્વે સ્ટેશન તરફ વેચવા જઇ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી રહેલ નંબર વગરની લોડીંગ ટેમ્પીના ચાલકે તેની ટેમ્પી બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી હાથદારીને ટક્કર મારી હતી. જે ઘટનામાં સુખાભાઇને જમણા હાથે ફ્રેક્ચર થવા ઉપરાંત શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ થઇ હતી.

(5:35 pm IST)