ગુજરાત
News of Monday, 9th September 2019

વડોદરા: બેન્ક સાથે લોન લઇ છેતરપિંડી આચરી મિલ્કતનો દસ્તાવેજ રજૂ ન કરનાર બિલ્ડર વિરુદ્ધ ઠગાઇનો ગુનો દાખલ

વડોદરા:ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી મકાન માટે લોન લઇ બેંકમાં દસ્તાવેજ જમા કરાવવામાં આવ્યો ન હતો. જે અંગે બેંકના એરિયા હેડ દ્વારા મકાન ખરીદના તેમજ બિલ્ડર વિરૃધ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે કાયાવરોહણ રોડ પર ઇકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. પોર પાસે આવેલી જમીનમાં ચાલતી રામેશ્વર બંગ્લોઝ વાળી સ્કીમમાં અમિત રવિન્દ્રકુમાર જૈન અને ખુશ્બુબેન અમિતભાઇ જૈને પ્લોટ નંબર એ/૧૦ પર ઇકવીટાસ બેંકમાંથી લોન લેવાનું નક્કી કરી જરૃરી કાર્યવાહી કરી હતી. જે લોન અરજી બેન્કે મંજૂર કરીને ૨૦.૮૨ લાખ રૃપિયા રામેશ્વર ડેવલોપર્સના પ્રોપરાઇટર રાહુલ શર્માના ખાતામાં જમા કરાવ્યા હતા.

(5:22 pm IST)