ગુજરાત
News of Monday, 9th September 2019

સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના સ્વામી વિશ્વવલ્લભનો વીડિયોમાં દલિત સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીથી દલિતોમાં રોષનું મોજું

ગાંધીનગર: ગઈ કાલે વારયલ થયેલા સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના સ્વામી વિશ્વવલ્લભનો વીડિયોમાં દલિત સમાજ પર કરવામાં આવેલી ટિપ્પણીએ દલિતોમાં રોષનું મોજું ફેરવ્યું છે અને રાજયના અલગ અલગ ભાગમાં રજૂઆતો થઈ થઈ રહી છે અને સ્વામી સામે આજે એટ્રોસીટી એક્ટ, IPC અને IT હેઠળ FIR-ફરિયાદ દાખલ દલિતો કાયદેસર પગલાં ભરવા માંગ કરી રહ્યા છે, આજે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીએ દલિત આગેવાનો ફરિયાદ કરવા જવાના છે અને જો ફરિયાદ લેવામાં આવશે નહીં તો તેઓ ગાંધીનગર DGP ઓફિસ જઈને રજૂઆત કરશે.

ગઈ કાલે જામનગર, અમદાવાદ અને બાલાસિનોર બાદ અમદાવાદના ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ અરજી આપવામાં આવી છે જેમાં લખ્યું છે કે જો આ મુદ્દે સ્વામી સામે ચોક્કસ સમય મર્યાદામાં કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભૂપત ઝાલા નામના દલિત આગેવાને આ ફરિયાદ આપતા જણાવ્યું છે કે, આ સ્વામીએ સમગ્ર અનુસુચિત જાતિનું અપમાન થાય એવા શબ્દો વારંવાર ઉપયોગ કર્યા છે તેમની એટ્રોસીટી એક્ટ, IPC અને IT મુજબ જોવાઈઓને ધ્યાનમાં રાખી ફરિયાદ રજીસ્ટર કરવી.

આજે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીએ 11 વાગે અનુસુચિત જાતિ સમુદાયના લોકો ફરિયાદ નોંધવા જવાના છે અને જો ફરિયાદ ન નોંધાય તો રાજ્ય પોલીસ વડા, DGP ઓફિસ તમામ લોકો જઈને રજૂઆત કરશે.

દલિતો પર ટિપ્પણીનો આ મુદ્દો હવે સમગ્ર સમાજ ઉપર આવી ગયો છે, રાજ્યની અનેક જગ્યાએ દલિત સમુદાયના લોકો, સંગઠન અને રાજકીય પાસા સિવાય આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે.

વિવાદ શું છે ?

ગઇકાલ સવારથી વોટ્સએપમાં એક વીડિયો વાઇરલ થઈ રહયો છે, આ વીડિયોમાં સ્વામી નારાયણ સંપ્રદાયના સંત વિશ્વવલ્લભ સ્વામી માયા વિશે પ્રવચન આપતા કહે છે કે, ગુણાતિતાનંદ સ્વામી અનુસાર રાજાનો કુંવર ચાલ્યો આવતો હોય તો ઢેડના છોકરાથી હામુ (સામે જોવાઇ નહીં) જોવાય નહીં એણે એક બાજું ચાલ્યું જાવુ પડે, તેવી રીતે આપણે તો સ્વામીનારાયણ ભગવાનના છોકરાઓ કહેવાઇએ આપણી સામે ઢેડના છોકરાઓથી સામું જોવાય નહીં, આપણે તો રાજાના કુવર છીએ. 50 સેકન્ડનો આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં દલિત સમુદાય વિષે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(5:14 pm IST)