ગુજરાત
News of Monday, 9th September 2019

વડોદરામાં નવા નિયમોનો અનોખો વિરોધ : હેલ્મેટ પર લાયસન્સ,RC બુક,પીયુસી સહિતના કાગળો ચીપકાવ્યા

-વડોદરાના યુવકનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

વડોદરા : કેન્દ્રનાં ટ્રાફિકનાં નવા નિયમોનો ઘણી બધી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાનાં એક યુવાને આ નિયમનો અનોખી રીતે વિરોધ કર્યો છે. વાહન ચાલકે પોતાનાં હેલ્મેટ પર લાયસન્સ, RC બુક, PUC અને ઈન્સ્યોરેન્સ પોલીસી લગાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

 . નવા નિયમની સામે પ્રશ્નો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ વાહન ચલાવતા સમયે રોકે નહીં તેને લઈને યુવાને અનોખો પ્રયોગ કર્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે હવે કેન્દ્ર સરકાર ટ્રાફિકને લઇને નવા નિયમો લાવી છે. તાજેતરમાં મોદી સરકારે દેશની પ્રજાને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ અને સભાનતા લાવવા નવો મોટર વિહિકલ એકટ લાગુ કર્યો છે. જેમાં કેટલીક કડક જોગવાઇઓ કરવામાં આવી છે. નવા મોટર વિહિકલ એકટ પાછળનો હેતુ અને ઉદેશ્ય ઘણા જ સારા અને ઉમદા છે
   તેમજ તેની પાછળનો આખરી હેતુ ટ્રાફિકનાં નિયમોનો લોકો દ્વારા ચુસ્તપણે અમલ કરાવવાનો છે. ૧ સપ્ટેમ્બરથી અમલી બનેલ નવા મોટર વિહિકલ એકટનાં પગલે કેટલીક વિચિત્ર વિસંગતતાઓ પણ ઊભી થઇ છે.

(1:53 pm IST)