ગુજરાત
News of Tuesday, 9th August 2022

મિસિસ ઇન્ડીયા 2022 ની કોમ્પીટીશનમા રાજપીપળાની પટેલ કામના ની ક્વીન બનવાની મનોકામના પુરી થઇ

નર્મદા જીલ્લો એક્સપીરેશનલ જિલ્લો છે જેમાં આ દિકરીએ આવા અંતરીયાળ વિસ્તારમાથી આ મુકામ સુધી પહોચી વિજય મેળવીને નારી સશક્તિકરણ ને એક નવો વેગ આપ્યો છે

(ભરત શાહ દ્વારા) જપીપળા : તાજેતરમા 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમ્યાન ભારતની રાજધાની દિલ્હી ખાતે યોજાયેલ મિસિસ ઇન્ડીયા ક્વીન ઓફ સબસ્ટેન 2022ની કોમ્પીટીશમા ગુજરાત રાજ્યના નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપલાની દિકરી કામના પટેલે ભાગ લીધો હતો.જેમા તેઓએ ફસ્ટ રનરઅપનુ સ્થાન મેળવ્યુ છે તથા મોસ્ટ પોપ્યુલર એવોર્ડ કે જેમા સોશીયલ મિડીયાના માધ્યમથી વોટીંગ કરવાનુ હતુ જેમા ફેસબુક,ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબમા કામના પટેલની પોસ્ટ તેમજ વીડીયોને લાઇક કમેન્ટ આપી વોટીંગ કરવાનુ હતુ જેમા સમગ્ર કોમ્પીટીશનમા ભાગ લેનાર તમામ પાર્ટીશીપેટમા 67000થી વધુ વોટ મેળવી પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા ત્થા રાજ્યનુ નામ રોશન કર્યુ છે

 વધુમા આ ત્રણ દિવસની કોમ્પીટીશનમા અલગ અલગ રાઉન્ડ જેવા કે યોગા, મેડીકલ, બ્યુટી,સ્પોટ્સ, ફીટનેશ, ટ્રેડીશનલ ડ્રેશ,ઇન્ટ્રોડક્શન,ફેશન શો, I.S દ્રારા પુછવામા આવેલ સવાલ જવાબ રાઉન્ડ વિગેરે જેવા અલગ અલગ રાઉન્ડમાથી સફળતાપૂર્વક પસાર થઇ કામના પટેલે પોતાનુ સપનુ સાકાર કરી બતાવ્યુ છે.સમગ્ર ગુજરાત રાજ્યમા નર્મદા જીલ્લો એક એક્સપીરેશનલ તરીકે જાણીતો છે અને આ દિકરીએ આવા અંતરીયાળ વિસ્તારમાથી આ મુકામ સુધી પહોચી વિજય મેળવીને નારી સશક્તિકરણ ને એક નવો વેગ આપ્યો છે.કામના પટેલ તમામ સ્ત્રી માટે આદર્શ તેમજ પ્રેરણા સ્વરૂપ છે.

(11:49 pm IST)