ગુજરાત
News of Tuesday, 9th August 2022

સુરત:ચેક રિટર્નના કેસમાં નીચલી અદાલતે કરેલ સજાનો હુકમ રદ કરવામાં આવ્યો

સુરત :રૃ.1.10 કરોડના ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટે ફટકારેલી સજા-દંડના હુકમની કાયદેસરતા ને પડકારતી અપીલને એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરીને નીચલી કોર્ટના વાદગ્રસ્ત કાયદાની ભુલ ભરેલો તથા હસ્તક્ષેપ પાત્ર હોઈ રદ કરતો હુકમ કરી આરોપીને  નિર્દોષ છોડી મુકવા હુકમ  કર્યો છે.

ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી નરેન્દ્ર ધનજીભાઈ મુંગરા(રે.કલાકુંજ સોસાયટી, વરાછા) તથા આરોપી ભાવેશ કરશન પટોળીયા(રે.કલાકુંજ સોસાયટી,વરાછા) વચ્ચે વર્ષ-2012માં બેંકમાંથી લોન લઈને વોટર જેટ મશીન ખરીદીને પાંચ વર્ષના ગાળામાં માટે એમઓયુ થયા હતા.જે મુજબ લોનની ચુકવણીની જવાબદારી આરોપી ભાવેશ પટોળીયા એ સ્વીકારીને ફરિયાદીને રૃ.1.10 કરોડનો ચેક લખી આપ્યો હતો.જે ચેક ફરિયાદીએ બેંકમાં વટાવતા રીટર્ન થતા ફરિયાદીએ કરેલી કોર્ટ ફરિયાદની સુનાવણી બાદ તા.7-4-18ના રોજ ટ્રાયલ કોર્ટે આરોપીને દોષી ર્ઠરવ્યો હતો.જેથી નીચલી કોર્ટે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ,1 હજાર દંડ ન ભરે તો સાત દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જેથી નીચલી કોર્ટના સજાના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઇ હતી. સુનાવણીમાં આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે નીચલી કોર્ટને આરોપીએ લીધેલે પ્રોબેબલ બચાવો તથા પુરાવાને ધ્યાને લીધા નથી. જેથી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત હુકમ કાયદાનો ભુલ ભરેલો હોઈ રદ કરવો જોઇએ.

(7:00 pm IST)