ગુજરાત
News of Monday, 9th July 2018

વિચરતી વિમુક્ત જાતિને અલગથી 11 ટકા અનામત આપવા માંગણી :છોટાઉદેપુરમાં રેલી :કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

 

અમદાવાદ :વિચરતી વિમુક્ત જાતિને ઓબીસી કોટામાંથી અલગથી 11 ટકા અનામતની માંગણી સાથે 500થી વધુ મહિલાઓ અને પુરૂષોએ છોટાઉદેપુરમાં વિશાળ રેલી યોજી જિલ્લાના અદીક કલેકટરને આવેદન પાઠવ્યું છે.

  અખિલ ભારતીય વિચરતી અને વિમુક્ત જનજાતિ વેલ્ફેર સંઘના બેનર હેઠળ મહિલાઓ સહિત 1000 થી વધુ લોકોએ અનામતની માંગ સાથે છોટાઉદેપુર નગરમાં જંગી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી પહોંચી અદિક કલેટકટરને આવેદન પત્ર આપ્યું છે.

  જેમાં 40 જેટલી વિચરતી વિમુક્ત જનજાતિ ના લોકોની માંગ છે કે તેઓ ઓબીસી માં તો સમાવિષ્ટ છે પરંતુ તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક એમ તમામ ક્ષેત્રે તદ્દન પછાત છે એટલુંજ નહિ પરંતુ મોટાભાગના લોકો પાસે રહેવા માટે છત પણ નથી તેથી ઓબીસી ને આપેલી 27 ટકા અનામત માંથી મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક રાજ્યોની જેમ અલગથી 11 ટકા અનામત આપવામાં આવે અને એસ.ટી., એસ.સી.ની જેમ એટ્રોસિટી, જંગલ જમીન હક્ક જેવા લાભો આપવામાં આવે. રેલીમાં આંદોલન કારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાની માંગ કરી.

(9:46 pm IST)