ગુજરાત
News of Monday, 9th July 2018

મહુધા તાલુકાના કડીમાં ઝાડ કાપવા બાબતે થયેલ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું

મહુધા: તાલુકાના કડી ગામે રામજી મંદિરની જમીનમાં આવેલ ઝાડ કાપવા બાબતે ચૌહાણ અને ઝાલા પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આ બનાવ અંગે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. 

 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના કડી ગામે રામજી મંદિરની જમીનમાં ઘટાદાર ઝાડ આવેલ છે. આ ઝાડ કાપવા બાબતે જયંતીભાઈ સોમાભાઈ ચૌહાણ, વાઘાભાઈ ઝાલાને કહેવા ગયા હતા ત્યારે વાઘાભાઈ ઝાલાએ જણાવેલ કે મંદિરમાં આવેલ ઝાડ મેં કાપ્યું છે. તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી જયંતીભાઈ ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ટીનાભાઈ લ-મણભાઈ ઝાલા ગાળો બોલતા-બોલતા ધારીયું લઈ આવી જયંતીભાઈને માથામાં મારવા જતો હતો ત્યારે ડાબો હાથ ઊંચો કરી ધારિયું પકડવા જતા ધારિયું હાથમાં વાગતા ઈજા થઈ હતી. આ ઝઘડો ઉગ્ર બનતા વાઘાભાઈ ધારીયું લઈને આવતા મહેશભાઈએ જયંતીભાઈને પકડી રાખતા ધારીયું મારી બરડામાં ઈજા કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે જયંતીભાઈ સોમાભાઈ બીન ડાહ્યાભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહુધા પોલીસે વાઘાભાઈ રામાભાઈ ઝાલા, ટીનાભાઈ લ-મણભાઈ ઝાલા તથા વાઘાભાઈની પત્ની સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:40 pm IST)