ગુજરાત
News of Saturday, 9th June 2018

ગાંધીનગરના સે-24માં જાણવણીના અભાવે બગીચામાં કસરતના સાધનો તૂટ્યા

ગાંધીનગર:શહેરમાં ઠેકઠેકાણે નગરજનોના આરોગ્યની સુખાકારી માટે કસરતના સાધનો મુકવામાં આવ્યા છે. પરંતુ આ સાધનો ટુંકાગાળામાં જ તુટવા માંડતા ગુણવતાની સાથે સાથે તંત્રની નબળી કામગીરીની પણ પોલ ખોલી રહ્યાં છે ત્યારે સેક્ટર-૨૪ બગીચામાં નંખાયેલાં સાધનોની સ્થિતિ પણ આવી જ જોવા મળી રહી છે. રાજ્યના પાટનગરમાં સ્થાનિક તંત્ર દ્વારા ઠેકઠેકાણે કસરતના સાધનો મુકવામાં આવ્યા છે. ત્યારે લોકોના આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તેના ભાગરૃપે ઘણાં બગીચાઓમાં પણ સાધનોની કીટ લગાડવામાં આવી છે અને નગરજનો તેનો ઉત્સાહપૂર્વક લાભ લઇ રહ્યાં છે. પરંતુ આ સાધનોની ગુણવતા સામે અનેક સવાલ ઉભા થતાં હોય તેમ નબળી કામગીરીની પોલ પણ બિસ્માર બનેલાં સાધનો ખોલી રહ્યાં છે. સેક્ટર-૨૪ના બગીચામાં થોડા સમય અગાઉ જ કસરતના વિવિધ સાધનો લગાડવામાં આવ્યા હતાં. આ સાધનો માટે સ્પેશ્યિલ જગ્યા પણ બગીચામાં ફાળવવામાં આવી હતી.

 

 

(5:20 pm IST)