ગુજરાત
News of Saturday, 9th June 2018

એસટી નિગમે નવી બસોમાં સલામતી પર મુકાયો ભાર :આગ ના લાગે તે માટે કરાઈ વ્યવસ્થા

અમદાવાદ :રાજ્યની સરકારી બસો સલામતી માટે ઉણી ઉતરતી હોવાનું બૂમો ઉઠતી રહે છે અને ખખડધજ બસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન થતું હોવાની ફરિયાદો થતી હોય છે સટી નિગમે અત્યાર સુધી ઘણી કંપનીઓને બસો માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે પરંતુ બસના પ્રવાસીઓની સલામતીને લઈ કોઈ ગેરન્ટી હોતી નથી. ત્યારે આ વખતે આવનાર નવી બસોમાં સલામતીનું ધ્યાન રાખવામાં આવશે. એસટી બસમાં આગ ન લાગે તે માટે કંટકટરની સાઈડમાં અલગ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શોર્ટ સર્કિટ ન થાય તે માટે ચેસીસ સાથે ક્લેમ્પની વ્યવસ્થા છે.

(2:49 pm IST)