ગુજરાત
News of Saturday, 9th June 2018

નવસારીના એસ. ટી. ડેપોમેનેજર મોમીન ૨૦ હજારની લાંચના છટકામાં ઝડપાયાઃ પીઆઇ સી.એમ જાડેજાની સફળતાની હેટ્રીકઃ આણંદના આસી સોશ્યલ વેલફેર ઓફિસર પણ છટકામાં: મોટામાથાઓને ઝપટમાં લેવાની એસીબી વડા કેશનકુમારના આદેશનું રાજયભરમાં કડકાઇથી પાલન

રાજકોટઃ એસટીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીની વલસાડની નવસારી બદલી થયા બાદ હાજર થવા જતાં એસટી ડેપો મેનેજર મોમીન દ્વારા હાજર કરવા માટે ૩૦ હજારની લાંચ માંગી તેના બે હપ્તા કરી આપેલ, જેમાં ૨૦ હજાર અત્યારે અને બાકીના ૧૦ હજાર બીજા પાસે એસટીના હેલ્પર મુસ્તાક મારફતે આપવાનું નક્કી થયેલ. ઉકત બાબતે ફરિયાદી દ્વારા એસીબીને જાણ કરાતાંજ નવસારી એસીબી પી.આઇ. કે જેઓએ આ અગાઉ મહિલા કોર્પોરેટર અને તેના પતિ સહિત અન્ય એક મોટામાથાને હિમતપૂર્વક ઝડપી લીધા હતા. આ બાબત અખબારમાં વાંચી ફરીયાદીએ તેમનો સંપર્ક કરતા છટકું ગોઠવી આરોપી નં.૧ તથા આરોપી નં.૨ને ઝડપી લેવાયેલ.

મૂળ મોરબીના અને રાજકોટ જેની કર્મભૂમિ રહી છે તેવા ચન્દ્રસિંહ એમ.જાડેજાએ આ છટકુ સુરત એકમના મદદનીશ નિયાર્મક એન.પી ગોહિલના માર્ગદર્શનમાં ગોઠવેલ.

આજ રીતે આણંદના આસીસ્ટન સોશ્યલ વેલફેર અધિકારી નિયમશાહને સમાજકલ્યાણ અધિકારીની કચેરી ખાતે રૂા.૫ હજાર લાંચ લેતા અમદાવાદના સીટી એસીબી પી.આઇ.વી.એમ.ટાકે, એસીબીના મદદનીશ નિયામર્ક બી.એમ દેસાઇના સુપરવીઝનમાં ઝડપી લીધેલ. સંતરામ હોસ્ટેલના મંત્રી પાસે ઓડિટ કર્યા બાદ વહીવટી ખર્ચ માટે પ હજાર માંગેલ, જે બાબતે ફરિયાદ થતા છટકુ ગોઠવવામાં આવેલ.

(9:05 am IST)